રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બુટલેગરોમાં ફફડાટ ! લાખણીના ગોઢા ફાટક પાસે પોલીસનો દરોડો, લાખોનો દારૂ ઝડપાયો

બુટલેગરોમાં ફફડાટ ! લાખણીના ગોઢા ફાટક પાસે પોલીસનો દરોડો, લાખોનો દારૂ ઝડપાયો

લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢા ગામની સીમમાંથી દારૂ ભરેલી એક ડસ્ટર ગાડીને પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડી છે. પોલીસે પીછો કરીને આ કાર્યવાહી કરી હતી, જેમાં કુલ રૂ.6,40,998/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પેરોલ ફર્લો સ્કોડ વાવ-થરાદનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા હાઈવે રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એક ડસ્ટર ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો. ગાડી ચાલકે ડીસા રોડ તરફ ગાડી ભગાવી હતી, પરંતુ પોલીસે તેનો પીછો ચાલુ રાખ્યો હતો. ગોઢા ફાટક નજીક ગાડીને રોકાવી તપાસ કરતા, તેની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1389 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.3,35,998/- આંકવામાં આવી છે.

દારૂના જથ્થા ઉપરાંત, રેનોલ્ટ ડસ્ટર ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ.6,40,998/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે જીવણભાઈ શીરેરીયા નામના એક ઈસમ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ આગથળા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર