રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | વડગામ

વડગામમાં કોંગ્રેસના ગઢમાં ભાજપનું ગાબડું, અનુબેન બન્યા પ્રમુખ

ભારે અફડાતફડી અને હાઈ-વોલ્ટેજ ડ્રામા વચ્ચે વડગામ તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય કબ્જો જમાવી લીધો છે. કોંગ્રેસના ગઢ ગણાતા વડગામમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે.આપને જણાવી દઈએ કે વડગામ તાલુકા પંચાયતમાં કુલ બેઠકોનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કોંગ્રેસ પાસે ૧૪ બેઠકો, ભાજપ પાસે ૧૩ બેઠકો અને ૧ બેઠક અપક્ષ પાસે હતી. બહુમતી માટે કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં હતી, પરંતુ પ્રમુખની વરણી વખતે મોટો ખેલ થઈ ગયો! મતદાન દરમિયાન કોંગ્રેસના એક ઉમેદવાર રહસ્યમય રીતે ગેરહાજર રહ્યા, અને બીજી તરફ એકમાત્ર અપક્ષ ઉમેદવારે ભાજપને ખુલ્લું સમર્થન આપી દીધું. આ રાજકીય ઉલટફેરને કારણે સત્તાનું પાસું પલટાઈ ગયું અને સત્તા ભાજપના હાથમાં આવી ગઈ.આ રોમાંચક ચૂંટણીમાં વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના અનુબેન ઉપલાણા ચૂંટાયા છે. ભાજપની આ અણધારી જીત થતાં જ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના કાર્યકરોએ જોરદાર આતશબાજી કરી અને ઢોલ-નગારાના નાદ સાથે પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂકને વધાવી લીધી છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના મતક્ષેત્રમાં કોંગ્રેસને લાગેલો આ મોટો ઝટકો આગામી રાજકારણમાં કેવો ગરમાવો લાવશે? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર