રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
અરવલ્લી1 જુલાઈ, 2026| Super Admin

ઈડરમાં ભાજપ કાર્યકર્તા સંમેલન: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી

ઈડરમાં ભાજપ કાર્યકર્તા સંમેલન: ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિની ઉજવણી

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનું સાબરકાંઠા જિલ્લા કાર્યકર્તા સંમેલન ઇડર ખાતે યોજાયું હતું. ઇડર-હિંમતનગર હાઇવે પર આવેલી સીટીઆરએમ હોટલના હોલ ખાતે આ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે હોલ ખચોખચ ભરાઈ ગયો હતો. કાર્યક્રમનું સંચાલન પ્રેમલભાઈ દેસાઈએ કર્યું હતું.

સંમેલનમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સાબરકાંઠા પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા, પ્રદેશ કારોબારી સભ્યો બાબુભાઈ જેબલિયા અને હિતેષભાઈ પટેલ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ, જિલ્લા મહામંત્રી બિપીનભાઈ ઓઝા, જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ, ઇડર નગરપાલિકા પ્રમુખ અનસૂયાબેન પટેલ, ઇડર તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કૃણાલ કંસારા, વડાલી તાલુકા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ, વડાલી શહેર પ્રમુખ પ્રધ્યુંમનસિંહ ચંપવાત, વિપુલભાઈ લોનવાલા, કેશુભાઈ રબારી, દીવાનજી ઠાકોર, તરુણભાઈ પટેલ તેમજ તાલુકા મહામંત્રી કેવલભાઈ પટેલ સહિત જિલ્લાના વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો તથા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ટેગ્સ:#Sabarkantha District

સંબંધિત સમાચાર