રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | હિંમતનગર

બાઇક સવાર ઘાયલ; હિંમતનગર નેશનલ હાઈવે પર સરવણા નજીક અકસ્માત સર્જાયો

બાઇક સવાર ઘાયલ; હિંમતનગર નેશનલ હાઈવે પર સરવણા નજીક અકસ્માત સર્જાયો

હિંમતનગર નેશનલ હાઈવે 48 પર સરવણા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી વતન જઈ રહેલા 25 વર્ષીય ગુલાબનું બાઈક સરવણા પાસે રોડ પર સ્લીપ થતાં તેમને માથાના ભાગે ઈજાઓ થઈ હતી. ઘટના સમયે ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ કરી રહેલી સાબરકાંઠા ઈન્ટરસેપ્ટર મોબાઈલ વાન સરવણા ગામની સીમમાં પહોંચી હતી. પોલીસ સ્ટાફે ઈજાગ્રસ્ત યુવકને જોતાં તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફે અકસ્માત સ્થળે ટ્રાફિક વ્યવસ્થા પણ પૂર્વવત કરી હતી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર