રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જંગ: બે પૂર્વ મહિલા પ્રમુખો સામસામે મેદાનમાં

ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે જંગ: બે પૂર્વ મહિલા પ્રમુખો સામસામે મેદાનમાં

અઢી વર્ષ સામાન્ય મહિલાની સીટ હોવાથી કાઉનડાઉન શરૂ

ભાજપ નો રીપીટ થીયરીનો ફોર્મુલા અપવાને તો નવો ચહેરો જોવા મળે

ઉંઝા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ યથાવત રહેવા પામ્યો છે. પાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠકોમાંથી ૩૧ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. ચુંટણીના પરિણામો બાદ હવે પાલિકા પ્રમુખ માટે કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. ઉંઝા નગરપાલિકામાં પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે સામાન્ય મહિલા બેઠક અને પછીના અઢી વર્ષ માટે સામાન્ય પુરુષને ફાળવવામાં આવી છે. 

ઉંઝા પાલિકામાં પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ સામાન્ય મહિલાની સીટ હોવાથી કાઉનડાઉન શરૂ થઈ ગયું છે. પુર્વ પ્રમુખ પદે રહી ચુકેલ બે મહિલાઓ ફરીથી પ્રમુખ પદ માટે ઝંપલાવે તેવું લાગી રહ્યું છે. પરંતુ પક્ષ આ બંનેમાંથી કોના ઉપર પ્રમુખનો કળશ ઢોળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. જો ભાજપ નો રીપીટ થીયરીનો ફોર્મુલા અપવાને તો નવો ચહેરો જોવા મળે તેવું લાગી રહ્યું છે.

ઉંઝા નગરપાલિકાના પ્રમુખ પદ માટે બે પૂર્વ પ્રમુખ મહિલાઓની મજબૂત દાવેદારી કરશે તેવું લાગી રહ્યું છે. નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મેન્ડેડ પર ૧૫ મહિલાઓ વિજયી બની છે. જેમાં ૧૧ મહિલા બિનહરીફ થયેલ છે. વોર્ડ નં.૨ માં પૂર્વ પ્રમુખ રીન્કુબેન નિખિલભાઈ પટેલ અને વોર્ડ નં.૩ માં પૂર્વ પ્રમુખ જીજ્ઞાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. જોવાનું એ રહેશે કે પક્ષ કોને પ્રમુખનું મેન્ડેડ આપશે. પક્ષ નો રીપીટ થીયરીનો ફોર્મુલા અપવાને તો પછી કોઈ ત્રીજી મહિલા બાજી મારી શકે. ચુંટણી જીતીને આવેલ ૪ મહિલામાંથી એક મહિલા પર પ્રમુખ બની શકે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Unjha Municipality

સંબંધિત સમાચાર