રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા15 ઑક્ટોબર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વિઠોદર ગ્રામ પંચાયતની મુલાકાતે : ગામના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વિઠોદર ગ્રામ પંચાયતની મુલાકાતે : ગામના વિકાસલક્ષી કામોની સમીક્ષા કરી

બનાસકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને ગ્રામ્ય સ્તરની સમસ્યાઓનો સીધો તાગ મેળવવાના ઉદ્દેશથી, આજરોજ જિલ્લા કલેક્ટરએ વિઠોદર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ ગામમાં ચાલી રહેલા અને આયોજિત અનેક વિકાસલક્ષી કામો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ​ગ્રામ પંચાયત કચેરી ખાતે કલેક્ટરનું આગમન થતાં, વિઠોદર ગ્રામ પંચાયતના ઉત્સાહી સરપંચ  શીલ્પાબેન હસમુખભાઇ સોલંકીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ, સરપંચ શીલ્પાબેને કલેક્ટરનું કંકુ તિલક કરી તેમનું અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત, આદર અને સન્માનના પ્રતીક રૂપે તેમણે કલેક્ટરને શાલ ઓઢાડી તેમનું ભવ્ય સન્માન કર્યું હતું. ​મુલાકાત અને વિકાસલક્ષી ચર્ચાઓ બાદ, સરપંચ  શીલ્પાબેન હસમુખભાઇ સોલંકીએ જિલ્લા કલેક્ટરને ગામ અને જિલ્લાના ઉત્તમ વહીવટ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટરની આ મુલાકાતથી વિઠોદર ગામના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે, તેમજ સ્થાનિક પ્રશાસન અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે, તેવો વિશ્વાસ ગ્રામજનોએ વ્યક્ત કર્યો હતો.    

સંબંધિત સમાચાર