રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

બનાસકાંઠા : કલેક્ટર મિહિર પટેલે લીધી મતદાન મથકોની મુલાકાત

બનાસકાંઠા જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખેલાઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલનપુરની વિદ્યામંદિર સ્કૂલ ખાતેના મતદાન મથકોની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. કલેક્ટરે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લામાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારે 9 વાગ્યા સુધીમાં જિલ્લા અને તાલુકા પંચાયતોમાં સરેરાશ 13.51% મતદાન નોંધાયું છે, જેમાં હડાદ તાલુકા પંચાયતમાં સૌથી વધુ 17.52% મતદાન થયું છે. નગરપાલિકાઓની વાત કરીએ તો સરેરાશ 8.37% મતદાન થયું છે, જેમાં ધાનેરા નગરપાલિકા 14% સાથે અત્યારે આગળ છે. ધાનેરાની ભીલવાસ પ્રાથમિક શાળામાં ટેકનિકલ કારણોસર એક EVM મશીન ખોટકાયું હતું, પરંતુ વહીવટી તંત્રની સતર્કતાને કારણે તુરંત નવું મશીન મુકવામાં આવ્યું અને મતદાન પ્રક્રિયા રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ હતી. કલેક્ટરે તમામ નાગરિકોને નિર્ભય થઈને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા હાર્દિક અપીલ કરી છે. 

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત (26 એપ્રિલ) ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ, જેમાં સરેરાશ 60.44 ટકા નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠક માટે 1003 ઉમેદવારના ભાવિ EVM મશીનમાં કેદ થઈ ગયા છે, જેનું પરિણામ હવે 28મી એપ્રિલે આવશે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર