રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા22 ડિસેમ્બર, 2025| Super Admin

ડીસા હાઈવે પર બેફામ ભારે વાહનોના કારણે વધુ એક અકસ્માત : માલગઢની કિશોરીનું કમકમાટીભર્યું મોત

ડીસા હાઈવે પર બેફામ ભારે વાહનોના કારણે વધુ એક અકસ્માત : માલગઢની કિશોરીનું કમકમાટીભર્યું મોત
લોકોના ટોળેટોળા ઉમટી પડતા હાઇવે પર ટ્રાફિકજામ ​ડીસા-પાલનપુર હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આજે સોમવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલા એક બેકાબૂ ટ્રેલર ચાલકે એક્ટિવા સવાર કિશોરીને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર ૧૭ વર્ષીય જોષનાબેન સામળભાઈ ટાંક (માળી-રહે. માલગઢ) નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. માલગઢની આશાસ્પદ પુત્રીના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ​મળતી માહિતી મુજબ, ડીસા તાલુકાના માલગઢ ગામના રહેવાસી જોષનાબેન સામળભાઈ ટાંક (માળી) પોતાનું એક્ટિવા લઈને રિલાયન્સ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રેલરના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એક્ટિવાને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભીષણ હતી કે કિશોરી રોડ પર પટકાઈ હતી અને ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. ​    ​અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાઈવે પર અકસ્માતને પગલે થોડો સમય વાહનોની લાંબી કતારો લાગી હતી. બનાવની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.​માત્ર ૧૭ વર્ષની ઉંમરે પુત્રીએ જીવ ગુમાવતા માલગઢ ગામે ટાંક પરિવાર પર આભ ફાટ્યું છે. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ અને ગામનું વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિકોમાં હાઈવે પર દોડતા ભારે વાહનોની ગતિ મર્યાદા અને બેદરકાર ડ્રાઈવિંગ સામે રોષ જોવા મળી રહ્યો છે.પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર