રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

મહેસાણામાં રસમલાઈ અને પોપટછાપ ગોળમાં કલરની ભેળસેળ : પરીક્ષણમાં બંન્નેય નમૂના ફેલ

મહેસાણામાં રસમલાઈ અને પોપટછાપ ગોળમાં કલરની ભેળસેળ : પરીક્ષણમાં બંન્નેય નમૂના ફેલ

વેચાણ કરતી વેપારી પેઢીઓ સામે ફૂડ વિભાગની કોર્ટ કાર્યવાહી 

મહેસાણા જિલ્લા ફૂડ વિભાગ દ્વારા આશરે બે મહિના પહેલા બ્રાન્ડેડ કંપનીના ગોળના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા અને વેપારીઓની પેઢીઓમાંથી પરીક્ષણ માટે રસમલાઈ અને પોપટ છાપ જેવી બ્રાન્ડેડના ગોળના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલા. જેમાં રસમલાઈ અને પોપટછાપ ગોળના લીધેલા નમૂનાઓ ફેલ થયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ફીડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટછાપ ગોળમાંથી પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરની મોટી માત્રા મળી આવતાં તેના નમૂના ફેલ સાબિત થયા છે.

મહેસાણામાં રસમલાઈ અને પોપટછાપ ગોળની બ્રાન્ડનું વેચાણ કરતી બે ડિસ્ટ્રીબ્યુટર પેઢીઓ વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કોર્ટ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ધૂમ વેચાતા દેશી અને સફેદ એમ બન્નેય પ્રકારના ગોળમાં સિન્થેટિક ફૂડ કલર આવતો હોવાની ફૂડ વિભાગને મળેલી ખાનગી બાતમીને આધારે જિલ્લાના ફૂડ ઈન્સ્પેક્ટર વિપુલ ચૌધરી અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે મહિનાથી મહેસાણા શહેર સહિત જિલ્લામાં વેચાણ થઈ રહેલા તમામ પ્રકારના અને તમામ પ્રકારની બ્રાન્ડના ગોળ ચકાસણીની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ વિવિધ પ્રકારના  ગોળના નમૂના લઈ તેનું પરીક્ષણ કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 

જેમાં મહેસાણાના દેદિયાસણ જીઆઇડીસીમાં આવેલી હરિક્રિષ્ણા માર્કેટિંગ ખાતેથી ગોળના 6 નમૂના લેવામાં આવ્યા હતા. તે પૈકી 4 નમૂનામાં સિન્થેટિક ફૂડ કલરની માત્રા મળી આવતાં ચારેય નમૂના નાપાસ થયા હતા. જ્યારે શહેરના માલ ગોડાઉન વિસ્તારના રામકૃષ્ણ માર્કેટમાં આવેલ પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢીમાંથી લીધેલા ગોળના બે નમૂનામાં પણ આ જ કલરની માત્રા મળતાં તે નમૂના પણ ફેલ થતાં તેને સિન્થેટિક ફૂડ જાહેર કરાયા હતા. અને લોકોના આયોગ્ય સાથે ચેડા થતા હોવાનું જાણી મહેસાણાની પ્રતિષ્ઠિત બન્નેય વેપારી પેઢીઓ વિરુદ્ધ ફૂડ વિભાગ દ્વારા કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર