રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં અકસ્માતની વણઝાર: મુડેઠા પુલ પર બે વાહનો વચ્ચે ટક્કર, ડાલા ચાલક ઘાયલ

ડીસામાં અકસ્માતની વણઝાર: મુડેઠા પુલ પર બે વાહનો વચ્ચે ટક્કર, ડાલા ચાલક ઘાયલ

ડીસા તાલુકાના મુડેઠા ગામના પુલ પર સોમવારની મોડી રાત્રે ટ્રેલર અને પીકઅપ ડાલા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પીકઅપ ડાલાના ચાલકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસાના રતનપુરાથી ખોડલા સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ડાયવર્ઝનવાળા માર્ગ પર મુડેઠા ગામના પુલ પર આ અકસ્માત થયો હતો. પીકઅપ ડાલુ પુલ પરથી પસાર થઈ રહ્યું હતું તે સમયે પાછળથી આવી રહેલા ટ્રેલરના ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વાહનોના ચાલકોએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પીકઅપ ડાલુ ટ્રેલર સાથે ધડાકાભેર અથડાયું હતું.‌ અકસ્માતમાં પીકઅપ ડાલાના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. ડાલાના ચાલકને ઈજા થતાં તેમને એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત મોટો હોવા છતાં કોઈ મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાસ્થળે મોડી રાત્રે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને લગભગ 20 મિનિટ સુધી એક તરફના માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર