રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા17 એપ્રિલ, 2025| Super Admin

મહેસાણાના કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા

મહેસાણાના કડીમાં નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યા

કડીની મામલતદાર કચેરીમાં ગતરોજ એસીબીની ટીમે સપાટો બોલાવ્યો હતો જેમાં લાંચિયા નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા 10,000 ની લાંચ લેતા એસીબીના હાથે બન્નેય રંગે હાથ ઝડપાઈ ગયા હતા. મહેસાણા જિલ્લાની મામલતદાર કચેરીઓમાં જમીનની નોંધો પડાવવા, નોંધની નકલો મેળવવા, નવી-જુની શરતોમાં ફેરફાર કરવા સારૂ આવતા અરજદારો પાસેથી રૂ.5000/- થી રૂ.25000/- સુધીના ગેરકાયદેસર લાંચ માંગતા હોવાની હકીકત આધારે, ગતરોજ ડિકોયરનો સાથ-સહકાર મેળવી લાંચના છટકાનું આયોજન કરતા કડી મામલતદાર કચેરી ખાતે જમીનની કાચી પડેલ નોંધ પરથી પાકી નોંધ કરવા સારું આ કામના આરોપી નંબર.1 વિપુલકુમાર મનુભાઇ પ્રજાપતિ, ઉ.વ.40, નાયબ મામલતદાર (મહેસુલ), વર્ગ- 3,મામલતદાર કચેરી કડીનાઓએ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.20000/- ની લાંચની માંગણી કરેલ હતી. જે પૈકી રૂા.10000/- આરોપી નંબર.2 પ્રિન્સ મનોજકુમાર ભાવસાર ઉ.વ.26, કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડીને આપવાનું કહેતા, આરોપી નંબર.૨ પ્રિન્સ મનોજકુમાર ભાવસાર કોમ્પ્યુટર ઓપરેટર (આઉટસોર્સ) મામલતદાર કચેરી કડીનાઓએ રૂા.10000/- સ્વીકારી હતી જેમાં બંને આરોપીઓ એકબીજાને મદદગારી કરી બંને આરોપીઓને એસીબીના ટ્રેપીંગ અધિકારી એસ.ડી.ચાવડા, પોલીસ ઇન્સ્પેકટર, મહેસાણા એ.સી.બી.પો.સ્ટે તેમજ સુપર વિઝન અધિકારી એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એ.સી.બી.એકમ દ્વારા સફળતાપૂર્વક બન્નેય લાંચિયા અધિકારીઓને રંગે હાથ નાયબ મામલતદાર (મહેસુલ) ની કચેરીમાં, મામલતદાર કચેરી કડી,તા.કડીના સ્થળ પરથી જ ઝડપી લઈ તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર