રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝામાં વાહન ચોર પકડાયો : 5 બાઇક સાથે વિસનગર અને ચિલોડાના ગુનાનો ભેદ ઉકેલાયો

ઊંઝામાં વાહન ચોર પકડાયો : 5 બાઇક સાથે વિસનગર અને ચિલોડાના ગુનાનો ભેદ ઉકેલાયો

મહેસાણા જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ આચરતા ગુનેગારોને પકડી પાડવા માટે પોલીસ વડાની સૂચના મુજબ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત ઊંઝા પોલીસ સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન એક શાતિર વાહન ચોરને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ચોરીના કુલ 5 બાઇક અને મોબાઇલ મળી રૂપિયા 85,000 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઊંઝા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.પી.સોલંકીની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પાટણ રોડ પર ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન અલ્ફા હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર મફાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, પિસ્તા કલરનો શર્ટ અને બ્લેક જીન્સ પહેરેલો એક ઈસમ લાલ કલરનું હીરો-હોન્ડા એચ.એફ ડીલક્સ બાઇક લઈને પાટણ રોડ તરફથી શંકાસ્પદ હાલતમાં ઊંઝા તરફ આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે વૃદ્ધાશ્રમ પાસે વોચ ગોઠવી નાકાબંધી દરમિયાન શંકાસ્પદ બાઇકચાલકને અટકાવ્યો હતો. પૂછપરછમાં ગલ્લા-તલ્લાં કરતા ભોપાળું બહાર આવ્યું પોલીસે બાઇકની માલિકીના કાગળો માંગતા ચાલક ગોળ-ગોળ જવાબો આપવા લાગ્યો હતો. 

જેથી પોલીસે કડક પૂછપરછ કરતાં તેણે પોતાની ઓળખ સીરાજભાઇ ઉર્ફે ચકલી ગફુરભાઇ રસુલભાઇ મેમણ ઉં.વ.31, રહે.પોલાજપુર પાટીયા, હિંમતનગર, મૂળ રહે. અમનપાર્ક સોસાયટી, ઇડર, જી. સાબરકાંઠા તરીકે આપી હતી. વધુ યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે આ બાઇક ઉપરાંત અન્ય 4 મળી કુલ 5 મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી ચકલી' પાસેથી રૂપિયા 80,000 ની કિંમતના 5 ચોરીના બાઇક અને રૂપિયા 5,000 નો એક મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 85,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની ધરપકડથી નીચે મુજબના ચોરીના ગુનાઓનો ઉકેલ આવ્યો છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર