વડનગર તાલુકાના સુલીપુર ગામે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપીને છેતરપિંડી આચરતી એક કુખ્યાત ગેંગનો પર્દાફાશ થયો છે. શેરબજારમાં રોકાણના નામે આચરવામાં આવેલા રૂ. ૧૨ કરોડથી વધુના શંકાસ્પદ અને બેનામી ટ્રાન્ઝેક્શનનો ભેદ ઉકેલીને પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ૩ સાગરીતોની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય ૧ આરોપી હજુ પોલીસ પકડથી દૂર ફરાર છે.
આ ગેંગ દ્વારા સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમોથી સામાન્ય નાગરિકોને શેરબજારમાં આકર્ષક નફાની લાલચ આપી રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ મોટાપાયે ગેરકાયદે નાણાકીય વ્યવહારો કરી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. પોલીસે આ માەલે વધુ તપાસ હાથ ધરી છે. અને ફરાર આરોપીને ઝડપી પાડવા તેમજ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય શખ્સોની સંડોવણી તપાસવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.





