સાબરકાંઠા જિલ્લાના ઇડર નજીક આવેલા રાણી તળાવમાં નહાવા પડેલો એક યુવક પાણીના ઊંડાણમાં સરકી જતાં ડૂબી ગયો હોવાની અત્યંત દુઃખદ ઘટના બની છે. અહમદપુર (કમીટપુરા) ગામના રહેવાસી વિનોદભાઈ છંદુલાલ અન્ય લોકો સાથે તળાવ પર નહાવા ગયા હતા, તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. હાલ તંત્ર દ્વારા યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે સઘન શોધખોળ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
ઈડરના રાણી તળાવમાં નહાવા પડેલો યુવક પાણીમાં ડૂબ્યો

સંબંધિત સમાચાર
સાબરકાંઠાજાતિ આધારિત વસતી ગણતરીની માંગ: હિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં કોંગ્રેસ દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું
2 દિવસ પહેલા
સાબરકાંઠાખેડબ્રહ્મામાં મહેસૂલ કર્મચારીઓનો વિરોધ: કાળી પટ્ટી પહેરીને અને વોટ્સએપ ગ્રુપ છોડીને રોષ વ્યક્ત કર્યો
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં શિક્ષણ સેતુ પ્રોજેક્ટ શરૂ: એસએમસી કીટનું લોકાર્પણ
4 દિવસ પહેલા
