રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં જીવદયાનો અનોખો સંગમ : ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા પક્ષીઓ માટે કુંડા-માળાનું વિતરણ

ડીસામાં જીવદયાનો અનોખો સંગમ : ક્લોઝ યુવા શક્તિ સંગઠન દ્વારા પક્ષીઓ માટે કુંડા-માળાનું વિતરણ
બગીચા સર્કલ ખાતે રાહત દરે ૧૫૦૦ કુંડા, ૧૦૦૦ માળા અને ૫૦૦ બર્ડ ફીડર અપાયા ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત પૂર્વે અબોલ પક્ષીઓની વ્હારે આવી ડીસાના અગ્રણી સેવાકીય સંગઠન 'ક્લોઝ યુવા શક્તિ સંગઠન' દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું છે. ડીસાના વ્યસ્ત એવા બગીચા સર્કલ ખાતે રાહત દરે પાણીના કુંડા, ચકલીના માળા અને બર્ડ ફીડરના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. ​આ કાર્યક્રમમાં જીવદયા પ્રેમીઓ માટે કુલ ​૧૫૦૦ પાણીના કુંડા, ૧૦૦૦ પક્ષીના માળા અને ૫૦૦ બર્ડ ફીડર (ચણ માટેના સાધન) નું વિતરણ કરવામાં આવ્યું હતું. ​આ પ્રસંગે આશીર્વચન પાઠવવા માટે જૂના ડીસા રાધે ક્રિષ્ના ગૌશાળાના મહંત ભારતપુરી મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંગઠનની આ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, ગરમીમાં પક્ષીઓને પાણી અને આશરો પૂરો પાડવો એ ઉત્તમ માનવ ધર્મ છે.​ક્લોઝ યુવા શક્તિ સંગઠન માત્ર પક્ષી બચાવો અભિયાન જ નહીં, પરંતુ બ્લડ ડોનેશન કેમ્પ, જીવદયાના કાર્યો અને ગરીબ વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંગઠનના તમામ કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ પહેલથી સ્થાનિક લોકોમાં જીવદયા અને પક્ષી સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાઈ છે.      
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર