ઓગડ તાલુકાના વ્યસ્ત ગણાતા કાકર-પાદેડી રોડ પર અચાનક એક મસમોટો ભુવો પડી જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. માર્ગની વચ્ચે જ મોટો ભુવો પડી જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી રહી છે, તો બીજી તરફ રાત્રિના સમયે અહીં કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી કે નબળા રોડ રસ્તાની પોલ ખોલતી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને કોઈ મોટી હોનારત થાય તે પહેલાં આ ભુવાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ઓગડના કાકર-પાદેડી રોડ પર મસમોટો ભુવો પડ્યો, વાહનચાલકો ભારે પરેશાન

સંબંધિત સમાચાર
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લાનો પ્રથમ સ્થાપના દિન: થરાદથી ઢીમા સુધી ભવ્ય સાયક્લોથોન યોજાઈ
2 દિવસ પહેલા
વાવ-થરાદવાવ તાલુકાના નાળોદરના ખેડૂતોની ચીમકી: સોલાર કંપનીએ જાહેર માર્ગ બંધ કરતા આંદોલનની તૈયારી
3 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદનો સ્થાપના દિન: ૧૨૦૦ વધુ શાળાઓમાં ગુંજ્યો 'જિલ્લા વિકાસ'નો સંકલ્પ!
6 દિવસ પહેલા
વાવ-થરાદવાવ-થરાદ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 'રોડ સેફ્ટી' અંતર્ગત બાઇક રેલી યોજાઈ
1 અઠવાડિયા પહેલા
