આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન આપણુ અભિમાન આપણા વડાલી શહેરમાં ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકા અને શહેર દ્વારા આયોજીત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા માં શહેર અને તાલુકાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતા તથા સંગઠનના તમામ હોદેદારો,તાલુકા પંચાયતના સદસ્યઓ, નગરપાલિકા ના તમામ સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ સદસ્યઓ તથા હોમગાર્ડ યુનિટ તથા શેઠ પી.કે.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ તથા શેઠ સી.જે. હાઈસ્કૂલ વડાલી ના વિધાર્થીઓ કાર્યકરો અને મોટી સંખ્યામાં દેશ ભક્ત લોકો આ પદયાત્રા માં જોડાયા હતા. આ તિરંગા યાત્રા માં લોકપ્રિય ધારાસભ્ય રમણલાલ વોરા સાહેબ,તથા પૂર્વ જિલ્લા પ્રમુખ માં. તખતસિંહ હડિયોલ સર, કનુભાઈ.પટેલ, પ્રદ્યુમ્નસિંહ ચંપાવત તથા અન્ય હોદેદારો વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. યાત્રાની શરૂઆત વિવેકાનંદ ચોક થી પુર્ણાહુતી માર્કેટયાર્ડ વડાલીમાં કરવામાં આવી. સમગ્ર યાત્રાનું આયોજન તાલુકા મહામંત્રી ગીરીશભાઈ બ્રહ્મભટ્ટ તથા સંજયભાઈ દેસાઈ મહામંત્રી વડાલી શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.
વડાલી ખાતે આયોજિત વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા...!

ટેગ્સ:#Independence day#Civic Engagement#Community Participation#Local Leadership#patriotic celebration#National Pride#Youth Involvement#school participation#Tiranga Yatra#Wadali Events#BJP Wadali#Flag March#MLA Ramanlal Vora#Purnahuti Market Yard
સંબંધિત સમાચાર
સાબરકાંઠાપ્રાંતિજ-હરસોલ માર્ગ પર ખાડાઓથી છુટકારો અપાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ
1 કલાક પહેલા
સાબરકાંઠાહિંમતનગર: રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ
2 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર બાયપાસ બ્રિજ પર જળબંબાકાર: ધારાસભ્ય V.D. ઝાલાની લાલ આંખથી તંત્ર અને કોન્ટ્રાક્ટરમાં દોડધામ
4 દિવસ પહેલા
સાબરકાંઠાચાંદીપુરા વાયરસ સામે મોરચો: સાબરકાંઠામાં સ્થિતિની સમીક્ષા માટે ICMR પુડુચેરીની કેન્દ્રીય ટીમ મેદાને
4 દિવસ પહેલા
