મહેસાણામાં નાગરિક સમિતિના ઉપક્રમે ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તિરંગા યાત્રા થકી સમગ્ર મહેસાણા શહેર દેશભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. જે પ્રમાણે તાજેતરમાં પહેલગામ આતંકી હુમલો થયો હતો અને ત્યારે બાદ ભારતીય સેનાએ આતંકીઓનો સફાયો કરવા પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પરાક્રમ સિદ્ધ કરી બતાવ્યું છે તે સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવપૂર્ણ બાબત છે. જેના સૌર્ય અને પરાક્રમની ગૌરવ ગાથાના ગુણગાન ગાતી તિરંગા યાત્રાનું આયોજન મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારથી શરૂ કરી મોઢેરા રોડ ચાર રસ્તે તેનું સમાપન થયું હતું. જે પરા વિસ્તાર માંથી શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રા શહેરના વિવિધ વિસ્તારો માંથી પસાર થઈ હતી. જ્યાં ભારત માતાની જયના નારાથી સમગ્ર મહેસાણા શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. પોલીસ વિભાગના અધિકારીઓ સહિત મોટાપાયે પોલીસ કર્મીઓએ મહા ધ્વજ સાથે જોડાઈને મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં એક આગવું સ્થાન ઉભું કર્યું છે. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી તિરંગા યાત્રામાં સ્વયંભૂ રીતે શહેરીજનોઉં જોડાઈને ખરા અર્થમાં તિરંગા યાત્રાને દેશના સૈનિકોને સમર્પિત કરી હતી. શહેરીજનોએ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાઈને જિલ્લામાં એક નવો દેશભક્તિનો ઇતિહાસ રચ્યો છે.
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
મહેસાણામાં હિંદની સેનાના સૌર્ય અને પરાક્રમની ગૌરવ ગાથાના ગુણગાન ગાતી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#mehsana#Indian army#patriotism#Public Demonstration#Civic Engagement#Cultural Celebration#Community Participation#Historical Significance#National Pride#Police Involvement#Terrorist Attack Response#Tiranga Yatra#Bharat Mata Ki Jai#Citizen Committee Initiative#Valor and Strength#Patriotic Events#Solidarity with Soldiers#Mehsana District History
સંબંધિત સમાચાર
મહેસાણાવડનગરના સુલીપુર ગામેથી શેરબજારમાં રોકાણના નામે રૂ. ૧૨ કરોડથી વધુના બેનામી ટ્રાન્ઝેક્શન આચરતી છેતરપિંડી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા
14 કલાક પહેલા
મહેસાણાઊંઝા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
1 દિવસ પહેલા
મહેસાણામહેસાણા: ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ 5 ગોડાઉનમાં તંત્રના દરોડા, કરોડોનો જથ્થો સીઝ
5 દિવસ પહેલા
મહેસાણાઊંઝા ગંજબજારમાં ઈસબગુલમાં જીએસટી દર શૂન્ય ટકા કરતા વેપારીઓમાં ખુશી
1 અઠવાડિયા પહેલા
