રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ17 જુલાઈ, 2026| Super Admin

સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા

સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા

કોર્ટે તમામ ના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ આતંકવાદ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. ATS ટીમે પ્રતિબંધિત આતંકી સંગઠન 'જૈશ-એ-મોહમ્મદ' સાથે સંકળાયેલા પાંચ શંકાસ્પદ આતંકીની સિદ્ધપુર ખાતેથી ધરપકડ કરી કડી કોર્ટેમાં રજૂ કરતાં કોર્ટે આ પાંચેય આરોપીના આઠ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, ATS દ્વારા અગાઉ આતંકી સંગઠન સાથે સંકળાયેલા આઠ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. આ આઠેય આરોપીની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ અન્ય પાંચ શંકાસ્પદ લોકોના નામ અને મહત્વની કડીઓ પોલીસના હાથે લાગી હતી. આ ચોક્કસ ઈનપુટ્સના આધારે પોલીસે સિદ્ધપુરમાં દરોડા પાડીને આ પાંચ શખસને ઝડપી પાડ્યા હતા.આરોપીઓ પાસેથી તપાસ દરમિયાન બોમ્બ બનાવવાનું અત્યંત જોખમી સાહિત્ય અને સામગ્રી મળી આવી છે, જેને પોલીસે જપ્ત કરી છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મહમદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. આરોપીઓએ આ વિસ્ફોટક સામગ્રી બિલાલ આબિદ શેખ નામના અન્ય શખ્સને પહોંચાડી હતી.પકડાયેલા પાંચ શંકાસ્પદ આતંકીઓમા 1. બિલાલ આબિદભાઈ શેરા,2. મહંમદ અયુબ કડીવાલા, 3. મોહમ્મદ પાલનપુરી ઉર્ફે ખળી ઐયુબ સુણસરા,4. શફિઅ રઇસ મુખી અને 5. મોહમ્મદહસન હનીફભાઇ કરડીયા નો સમાવેશ થાય છે.ધરપકડ કરાયેલા પાંચેય આરોપીને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સુનાવણી દરમિયાનઆસિસ્ટન્ટ પબ્લિક પ્રોસ્ટીક્યુટર (સરકારી વકીલ) પી.આર.દંતાણીએ ધારદાર દલીલો કરી હતી. સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ કુલ તેર મહત્વના મુદ્દાઓ રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે આતંકી પ્રવૃત્તિઓ અને અન્ય સંડોવાયેલા લોકો અંગેની તપાસનો સમાવેશ થાય છે.

ટેગ્સ:#Terrorists#Siddhpur

સંબંધિત સમાચાર