ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ગામે વાહનની રાહ જોઈ બસ સ્ટેશન ઉભી રહેલ યુવતીને પૂરઝડપે આવી રહેલ પિક અપ ડાલાના ચાલકે ટક્કર મારતા યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના લક્ષ્મીપુરા ઉનાવા ગામે રહેતા ભારતીબેન અલ્પેશકુમાર ચમાર ઊંઝા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે.
જેઓ ગઇકાલે સવારે નોકરીએ જવા સારુ ગામના બસ સ્ટેશન ઊભા હતા તે દરમિયાન પળીથી ઉનાવા તરફ આવતા રોડ પર એક પિક અપ ડાલાના ચાલકે પોતાનું વાહન આડી અવળી રીતે ચલાવી હંકારી લઈ આવી ભારતીબેનને ટક્કર મારતાં કમરના ભાગે અને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસે પિકઅપ ડાલાના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.





