રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા4 જૂન, 2026| Super Admin

ડીસામાં ગાડીની સાઇડ બાબતે વેપારી પર હિંસક હુમલો,જાનથી મારી નાંખવાની ધમકી

ડીસામાં ગાડીની સાઇડ બાબતે વેપારી પર હિંસક હુમલો,જાનથી મારી નાંખવાની ધમકી

બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ

ડીસાના પાટણ હાઇવે રોડ પર આવેલ મહાલક્ષ્મી પાર્કમાં રહેતા અને ડેકોરેશનનો વ્યવસાય કરતા સુમીતકુમાર કાંતિલાલ શાંખલા (માળી) (ઉ.વ. ૩૧) પર ગઇકાલ રાત્રે સાડા નવેક વાગ્યાના સુમારે બે શખ્સો દ્વારા ક્ષુલ્લક બાબતે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર વેપારી પોતાના પરિવાર સાથે હોટલમાંથી જમીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના ઘટી હતી.

​મળતી માહિતી મુજબ, સુમીતકુમાર ગઈકાલ તા. ૦૩/૦૬/૨૦૨૬ના રોજ રાત્રે પરિવાર (પત્ની અને બે માસૂમ બાળકો) સાથે ડીસાની ડીસન્ટ હોટલમાં જમીને પરત ફરી રહ્યા હતા. ભોયણ રોડ પાસે આવેલ ટાફે શો-રૂમ નજીક એક પાન પાર્લર પર તેઓ ગાડી ઉભી રાખી ઉભા હતા, તે દરમિયાન અચાનક એક સફેદ કલરની ગાડી તેમની કાર આગળ આવીને ઉભી રહી હતી.​તે ગાડીમાંથી એક શખ્સ નીચે ઉતર્યો હતો અને ગાડીની સાઇડ કેમ નહોતી આપી ? તેમ કહી સુમીતકુમારને જાહેરમાં બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. વેપારીએ ગાળો બોલવાની ના પાડતા જ ઉશ્કેરાયેલા શખ્સે પોતાનું નામ કાળુભા (રહે. ખીંમત) હોવાનું જણાવી વેપારીને સપાટો મારી દીધો હતો. આ દરમિયાન પાર્લરના સંચાલક અંકુરભાઈ રાવળે વચ્ચે પડી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.આટલાથી ન અટકતા, કાળુભાની સાથે ગાડીમાં આવેલ અન્ય એક શખ્સ કીતુભા પોપટજી (રહે. બુરાલ) હાથમાં લાકડી લઈને ધસી આવ્યો હતો. બંને શખ્સોએ ભેગા મળીને સુમીતકુમાર પર લાકડીઓ અને ગડદાપાટુ વડે આડેધડ હુમલો કરી દીધો હતો. બૂમાબૂમ થતાં ગાડીમાંથી વેપારીની પત્ની તેમજ પાર્લર પર હાજર અંકુરભાઈ રાવળ અને લાલાભાઈ ગોસ્વામીએ દોડી આવી વેપારીને વધુ મારથી બચાવ્યા હતા.પણ

​આજે તો તું બચી ગયો છે, પણ લાગ મળ્યે તને જાનથી મારી નાખીશું.એવી ધમકી પણ આપી હતી. હુમલા બાદ ભયભીત થયેલો પરિવાર તાત્કાલિક ગાડી લઈને ડીસા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જ્યાં વેપારીએ પોતાના માતા-પિતા અને મિત્રોને પણ બોલાવી લીધા હતા. સુમીતકુમારને માથા તેમજ પગના ભાગે અશહ્ય દુખાવો અને ઇજાઓ થઈ હોવાથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે કાળુભા (રહે. ખીંમત) અને કીતુભા પોપટજી (રહે.બુરાલ) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર