રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણ જિલ્લાના સરહદી ગામોમાં મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયુ

પાટણ જિલ્લાના સરહદી ગામોમાં મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન અપાયુ
ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એરસ્ટ્રાઈક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે. પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે અને સંબંધિત તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે.પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ કરવામાં આવી હતી. સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને સરહદી આઠ ગામો ઝઝામ, ફાંગલી, ચારણકા, ધોકાવાડા, વૌવા, એવાલ, જાખોત્રા, મઢુત્રા ગામે મોકડ્રિલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરહદી ગામ એવાલ ખાતે યોજાયેલી મોકડ્રિલમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા. ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છીએ તેવી ખાતરી આપવામાં આવી હતી.
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર