રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદ: ટડાવ CHCનું બાંધકામ ફરી શરૂ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

વાવ-થરાદ: ટડાવ CHCનું બાંધકામ ફરી શરૂ કરવા ગ્રામજનોની કલેક્ટરને રજૂઆત

વાવ-થરાદ જિલ્લાના ટડાવ ગામ અને આસપાસના વિસ્તારોના ગ્રામજનોએ ટડાવ ખાતે મંજૂર થયેલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) નું અટકેલું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે થોડા લોકોના વિરોધને આધારે કામ બંધ કરાવવામાં આવ્યું છે, જ્યારે આ હોસ્પિટલ બનવાથી એક લાખથી વધુ લોકો માટે આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, ટડાવમાં છેલ્લા ઘણા વર્ષોથી (CHC) ક્વાર્ટરમાં કાર્યરત હોવાથી દર્દીઓને પૂરતી સુવિધાઓ મળી રહી નથી. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગામના એક દાતાએ સરકારને જમીન દાનમાં આપી હતી. ત્યારબાદ સરકારે રૂ.5.48 કરોડના ખર્ચે નવા (CHC) ના બાંધકામને મંજૂરી આપી હતી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. 

જોકે, બાદમાં મૌખિક સૂચનાના આધારે બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે જૂન-2026 દરમિયાન ફરીથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક લોકોના વિરોધ બાદ 3 જુલાઈ, 2026ના રોજ અધિકારીઓ સ્થળ પર પહોંચીને કામગીરી ફરીથી બંધ કરાવી હતી. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે અધિકારીઓએ ખોટા કારણો દર્શાવી હાલના (CHC) ક્વાર્ટર વિસ્તારમાં જ હોસ્પિટલનું બાંધકામ કરવાની ભલામણ કરી છે. જો તે સ્થળ યોગ્ય હતું, તો પાંચ વર્ષ પહેલાં નવી જમીનની માંગણી કરી દાતા પાસેથી જમીન સ્વીકારવાની જરૂરિયાત કેમ ઉભી થઈ હતી તેવો સવાલ પણ ગ્રામજનોએ ઉઠાવ્યો છે. 

આ ઉપરાંત, હાલનું બાંધકામ સ્થળ ટડાવ બસ સ્ટેન્ડથી અંદાજે 600 મીટરના અંતરે હોવા છતાં સરકાર સમક્ષ 1,200 મીટરનું અંતર દર્શાવી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ જિલ્લા તંત્રને સમગ્ર મામલે સ્થળનો ફરીથી નિષ્પક્ષ સર્વે કરાવી, દાતાએ દાનમાં આપેલી જમીન પર મંજૂર થયેલા (CHC)નું બાંધકામ તાત્કાલિક ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. તેમનું કહેવું છે કે આ હોસ્પિટલ કાર્યરત બનશે તો ટડાવ સહિત આસપાસના એક લાખથી વધુ લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સુવિધાઓનો સીધો લાભ મળશે.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર