રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | થરાદ

વાવ-થરાદનો સ્થાપના દિન: ૧૨૦૦ વધુ શાળાઓમાં ગુંજ્યો 'જિલ્લા વિકાસ'નો સંકલ્પ!

વાવ-થરાદનો સ્થાપના દિન: ૧૨૦૦ વધુ શાળાઓમાં ગુંજ્યો 'જિલ્લા વિકાસ'નો સંકલ્પ!

દસ હજારથી વધુ બાળકોએ પોસ્ટકાર્ડ દ્વારા સરકારનો આભાર માન્યો, વિવિધ સ્પર્ધાઓ અને માનવ સાંકળનું આયોજન કરાયું

શાળાઓમાં સામૂહિક શપથવિધિ સાથે તાલુકા અને જિલ્લા કક્ષાએ રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાશે

આગામી ૨જી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ નવરચિત વાવ-થરાદ જિલ્લાના સ્થાપનાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ ઐતિહાસિક અને ગૌરવશાળી અવસરની પૂર્વે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જનભાગીદારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના સંયુક્ત માર્ગદર્શન હેઠળ જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી કુલ ૧૨૦૦થી વધુ શાળાઓમાં "વાવ-થરાદ જિલ્લા વિકાસ પ્રતિજ્ઞા" શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના સભ્યોએ એકસાથે જોડાઈને જિલ્લાના વિકાસમાં યોગદાન આપવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ શપથવિધિ દરમિયાન ઉપસ્થિત સૌ નાગરિકો અને વિદ્યાર્થીઓએ એક જાગૃત નાગરિક તરીકે વાવ-થરાદ જિલ્લાને સ્વચ્છ, સુંદર અને હરિયાળો બનાવવાની કટિબદ્ધતા દર્શાવી હતી. શપથ ગ્રહણમાં પાણીના પ્રત્યેક ટીપાનું મૂલ્ય સમજી તેનું જતન કરવા, શિક્ષણને પ્રોત્સાહન આપવા, મહિલાઓ અને બાળકોની સુરક્ષા-સન્માન જાળવવા, ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા તેમજ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌના સાથ-સહકારથી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહેવા સંકલ્પ લેવાયો હતો. કાર્યક્રમના અંતે "સ્વચ્છ વાવ-થરાદ, હરિયાળો વાવ-થરાદ, સુરક્ષિત વાવ-થરાદ અને વિકસિત વાવ-થરાદ" ના સૂત્રોચ્ચાર સાથે સમગ્ર શાળાઓ 'જય હિન્દ' અને 'જય વાવ-થરાદ'ના નારાથી ગુંજી ઉઠી હતી.

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર