રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ27 ઑગસ્ટ, 2026| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

ધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ

ધરણીધર ઢીમા મંદિરમાં થયેલ સોનાની ચેઇન ચોરીનો ભેદ ઉકેલતી વાવ પોલીસ

આરોપી ગણતરીના દિવસોમાં મુદ્દામાલ સાથે પકડાયો

વાવ-થરાદ જિલ્લા પોલીસ દ્વારા મિલકત સબંધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલવાની ઝુંબેશ અંતર્ગત ઢીમા સ્થિત પ્રખ્યાત શ્રી ધરણીધર મંદિરમાંથી દર્શાનાર્થીની સોનાની ચેઇન ચોરી કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી ચોરીનો ગુનો ઉકેલી નાખવામાં સફળતા મળેલ છે

મોજે ઢીમા ધરણીધર ભગવાનના મંદિરમાં ગત તારીખ ૨૭/૦૬/૨૦૨૬ ના રોજ બપોરના ૧૨:૦૦ થી ૧૨:૩૦ વાગ્યાના સુમારે દર્શનાર્થીઓની ભીડનો લાભ લઈ કોઈ અજાણ્યા ચોર ઇસમે યાત્રાળુ ના ગળામાંથી અઢી તોલાની સોનાની ચેઇન ચોરી લીધી હતી. આ અંગે વાવ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર ૨૯૮/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૩ (૨) મુજબ ગુનો નોંધાયો હતો પોલીસ ટીમે સી.સી.ટી.વી. ફૂટેજ તથા હ્યુમન સોરસીસ બાતમીદારોની મદદથી ચોરીનો ભેદ ઉકેલી આરોપી ભરતકુમાર મણીલાલ ગોરજી રહે. ચાણસ્મા ઇન્દિરાનગર, રોયલ હોટલની સામે, તા. ચાણસ્મા, જિ. પાટણને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ સોનાની ચેઇન રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટેગ્સ:#Vav Tharad

સંબંધિત સમાચાર