રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
પાટણ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

પાટણની બી.ડી.હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલ જૈન મંદિરને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યું

પાટણની બી.ડી.હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલ જૈન મંદિરને અજાણ્યા ચોર ઈસમે નિશાન બનાવ્યું
રૂ. 23 હજારના મુદામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ પાટણ શહેરની બી.ડી. હાઈસ્કૂલ કેમ્પસમાં આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની હોવાની પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવા પામી છે.ગત તા.5 જુલાઈની સાંજથી તા.6 જુલાઈની સવાર દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે ચોરીને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. અજાણ્યા ચોર ઈસમે દેરાસરમાં પ્રવેશી ભગવાનની ચાર મૂર્તિઓના આઠ ચાંદીના ચક્ષુ અને ભમર સાથે કુલ 14 ચાંદીના ટીકાની ચોરી કરી ગયો છે. આ ચાંદીના ટીકાનું વજન આશરે 200 ગ્રામ અને કિંમત રૂ. 15,000 થાય છે. ચોરે મંદિરમાં રાખેલી દાનપેટીનું લોક પણ તોડી તેમાંથી રૂ. 8,000 ની રોકડ પણ ચોરી કુલ રૂ.23,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયો હોય આ ઘટના અંગે જૈન સમાજના  નિવૃત્ત અગ્રણી ધીરજલાલ પુનમચંદ આલમચંદ શાહે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર