રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર

ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકની ચૂંટણી બિનહરીફ જાહેર
ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે મથામણ ચાલી ઉત્તર ગુજરાતના વેપારી મથક ઊંઝાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિમિટેડની આગામી ચૂંટણીને લઈને ગરમાવો જોવા મળી રહ્યો હતો. માર્કેટ યાર્ડ કોમર્શિયલ કો.ઓપ બેંક લી.માં કુલ ૪૦ ફોર્મનું વિતરણ થયું હતું જ્યારે ફોર્મ જમા કરાવવાનો છેલ્લા દિવસે ૩૬ ફોર્મ ભરાયા હતા.  ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માર્કેટયાર્ડ બેંકમાં ચૂંટણી ના થાય અને બેંકમાં સમરસ થાય તે માટે મોડા સુધી સુધી મથામણ ચાલી હતી. જેને અંતે માર્કેટયાર્ડ બેંકની ચૂંટણી બિનહરીફ થઈ છે. બિનહરીફ ઉમેદવારોના નામ ૧ ઈશ્વરલાલ મોહનલાલ પટેલ ૨ જશવંતભાઈ ચેલાભાઈ ઓઝા ૩ પરેશકુમાર જયંતિલાલ પટેલ ૪ પિયુષકુમાર કાન્તીભાઈ પટેલ પ પ્રદિપકુમાર ભગવાનભાઈ પટેલ ૬ ભરત નરસિંહભાઈ પટેલ ૭ ભરતકુમાર ઈશ્વરલાલ પટેલ ૮ ભરતભાઈ લક્ષ્મણભાઈ પટેલ ૯ ભાવિન મહેન્દ્રભાઈ પટેલ ૧૦ મિથિલકુમાર દિનેશભાઈ પટેલ ૧૧ રમેશભાઈ રામજીભાઈ પટેલ ૧૨ રાકેશભાઈ દશસ્થભાઈ પટેલ ૧૩ રાહુલકુમાર દશરથલાલ પટેલ ૧૪ વસંતકુમાર સોમાભાઈ પટેલ ૧૫ હર્ષ રામજીભાઈ પટેલ ૧૬ હિતેષકુમાર જયંતીલાલ પટેલ ૧૭ પ્રિયંકા અમૃતલાલ પટેલ ૧૮ વર્ષાબેન વિપુલકુમાર પટેલ    
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર