હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે 37 મો યુવક મહોત્સવ વિકસિત ભારત પ્રાચીન ભારત થીમ પર યોજાઇ ગયો. જેમાં યુનિવર્સિટી સલગ્ન કુલ 104 કોલેજોમાંથી 1950 જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ઉંઝાની શ્રી બી.પી.બ્રહ્મભટ્ટ આર્ટસ એન્ડ એમ.એચ.ગુરુ કોમર્સ કોલેજના કુલ 14 વિદ્યાર્થીઓએ 07 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં કોલેજના પ્રિ.ડૉ.રાકેશ રાવની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કમિટીના કન્વીનર ડૉ.દિવ્યા પટેલ, ટીમ મેનેજર ડૉ.ભૂમિકાબેન મિસ્ત્રી તથા અન્ય સભ્યોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. પંકજ લીંબાચિયા દિગ્દર્શિત ચાલને પરણી જઈએ એકાંકીમાં દ્વિતીય ક્રમાંક, સ્કીટમાં દ્વિતીય અને મિમિક્રીમાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે. તેમજ એકાંકીમાં સસત ચોથી વખત સફળતા મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું છે. વિજેતા વિદ્યાર્થીઓને આચાર્ય, ઊંઝા કેળવણી મંડળના હોદ્દેદારો તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી યુવક મહોત્સવમાં ઊંઝા કોલેજનું ગૌરવ

સંબંધિત સમાચાર
મહેસાણાખેરાલુના લુણવા ગામે ગોગામહારાજ મંદિરમાં ત્રાટક્યા તસ્કરો: 11 લાખના મુદ્દામાલની ચોરી
52 મિનિટ પહેલા
મહેસાણાઊંઝા બસ સ્ટેન્ડ પાસે ગંદકી અને દબાણનું સામ્રાજ્ય : મુસાફરો મુશ્કેલીમાં
2 દિવસ પહેલા
મહેસાણાઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખ: પૂર્વ આઈએએસ મહેન્દ્રભાઈ પટેલની સર્વાનુમતે વરણી
3 દિવસ પહેલા
મહેસાણાજીતનો સિલસિલો યથાવત: ઊંઝા ડેપો બેઠક પર ચેતનભાઈ ચૌધરી ૧૭૪ મતે વિજયી
3 દિવસ પહેલા
