રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
મહેસાણા22 મે, 2026| Super Admin

મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતાં અજાણ્યા યુવકનું કમકમાટીભર્યું મોત

મહેસાણા રેલવે સ્ટેશન પર ટ્રેનની અડફેટે આવતાં અજાણ્યા યુવકનું કમકમાટીભર્યું મોત

મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પાસે એક અત્યંત અરેરાટીભરી ઘટના સામે આવી છે. કોઈ અગમ્ય કારણોસર ટ્રેનની અડફેટે આવી જતાં એક અજ્ઞાત યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ દૂર્ઘટના પગલે રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

મળતી વિગતો અનુસાર, ગત તારીખ 21 મેના રોજ વહેલી સવારે આશરે 4 વાગ્યા પહેલાં મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી લિફ્ટ નજીકની રેલવે લાઈન પર એક અજાણ્યો પુરુષ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પૂરઝડપે પસાર થઈ રહેલી એક ટ્રેનની અડફેટે તે આવી ગયો હતો. ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે યુવકને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

આ ચોંકાવનારી ઘટના અંગે રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતની ગંભીરતાને ધ્યાને રાખીને મહેસાણા રેલવે પોલીસની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ, જરૂરી પંચનામું કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરી હતી. આ દુઃખદ ઘટના અંગે મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવકના વાલીવારસની શોધખોળ કરવા માટે આસપાસના વિસ્તારોમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈને પણ આ અજાણ્યા યુવક અથવા તેના પરિવાર અંગે કોઈ માહિતી હોય, તો તેમણે તાત્કાલિક મહેસાણા રેલવે પોલીસનો સંપર્ક કરવો.

 

ટેગ્સ:#mehsana#Railway Police

સંબંધિત સમાચાર