રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
મહેસાણા20 ઑગસ્ટ, 2025| Super Admin

ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય ખાતે SAC અમદાવાદ દ્વારા બે દિવસીય અંતરિક્ષ પ્રદર્શન યોજાયું

ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય ખાતે SAC અમદાવાદ દ્વારા બે દિવસીય અંતરિક્ષ પ્રદર્શન યોજાયું
ઉંઝા તાલુકાની ૭૦ સ્કૂલો પ્રદર્શનમાં જોડાઈ ૮૦૦૦ થી વધુ વિધાર્થીઓએ પ્રદર્શન નિહાળી ટેક્નોલોજીનું માર્ગદર્શન મેળવ્યું; ઊંઝા જી.મ.કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ & સેકન્ડરી કન્યા વિદ્યાલય શાળામાં SAC અમદાવાદ દ્વારા અંતરિક્ષ પ્રદર્શનનું આયોજન રાષ્ટ્રીય અવકાશ દિવસના અનુસંધાનમાં અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (અમદાવાદ) દ્વારા ઉંઝા જી.મ.કન્યા વિધાલય ખાતે તા.૧૯ અને ૨૦ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસમાં ઉંઝા તાલુકાની શાળાઓ, કોલેજ સહિત ૭૦ સ્કૂલો પ્રદર્શનમાં જોડાઈ હતી. જ્યારે ૮૦૦૦ થી વધુ વિધાર્થીઓએ આ પ્રદર્શન નિહાળી ટેક્નોલોજીનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ ISRO SAC- VSSEનું મોબાઇલ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ શાળાઓ અને કોલેજનાં વિદ્યાર્થીઓમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે જાગૃતિ લાવવાનો છે. તેમાં ઇસરોની સિદ્ધિ, છેલ્લા 50 વર્ષ અને આગામી મિશનની ઉપલબ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ પ્રદર્શનમાં ઇસરોનો ઇતિહાસ અને કલ્પનાઓ, સ્પેસ પ્રોગ્રામની વિગતો અને ભવિષ્યના ઇસરો રોડ મેપ, વિક્રમ સારાભાઈ સ્પેસ પ્રદર્શનના મોબાઈલ પ્રદર્શનમાં રિમોટ સેન્સિંગ અને કોમ્યુનિકેશન સેટેલાઈટ્સ, નેવિગેશન, ચંદ્રયાન, માર્સ ઓર્બિટર મિશન, સેટેલાઈટ ઈમેજ અને એપ્લિકેશન્સ સાથે સંબંધિત ડિસ્પ્લે પેનલ સામેલ છે. મંગળ મિશનના કેમેરાના મોડેલો, પ્રક્ષેપણ યાન PSLV અને GSLVના સ્કેલ ડાઉન મોડેલ્સ, સેટેલાઇટ ઇન્સેટ, આઇઆરએસ, આર્યભટ્ટ, રિસેટ પ્રદર્શન, પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતા ઉપગ્રહોને બતાવતું કાર્યકારી મોડેલ પ્રદર્શનનું પ્રદર્શન, આ ઉપરાંત અવકાશયાનની રચના, પ્રક્ષેપણ અને મંગળ મિશન પર વિવિધ વીડિયો એકિઝબિશન, ઈસરોના વૈજ્ઞાનિકો સાથેની ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર