રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસા બનાસ નદી ઓવરબ્રિજ પર ત્રિપલ અકસ્માત: બીએસએફ જવાનો અને ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ડીસા બનાસ નદી ઓવરબ્રિજ પર ત્રિપલ અકસ્માત: બીએસએફ જવાનો અને ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત

બી.એસ.એફ. ની ગાડીને પાછળથી કન્ટેનરે ટક્કર મારતાં આગળ જઇ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી પલ્ટી ખાઇ ગઇ : ટ્રેકટર નદીમાં ખાબકતાં સહેજ બચ્યું 

ડીસાની બનાસ નદી પર આવેલા ઓવરબ્રિજ ઉપર શનિવારે બી.એસ.એફ.ની ગાડી, કન્ટેનર અને ટ્રેક્ટર-ટ્રોલી વચ્ચે ત્રિપલ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં નડાબેટ બોર્ડરથી દાંતીવાડા બી.એસ.એફ. કેમ્પમાં જઇ રહેલા બી.એસ.એફ.ની 137 બટાલિયનના જવાનો ગાડીમાં સવાર હતા. તે દરમિયાન બનાસ નદીના ઓવરબ્રિજ ઉપર બી.એસ.એફ.ની ગાડીની આગળ ટ્રેક્ટર-ટ્રોલી જઇ રહી હતી. તે દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા કન્ટેનરના ચાલકે બી.એસ.એફ.ની ગાડીને ધડાકાભેર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કરના કારણે આગળ જઇ રહેલી ટ્રેક્ટર-ટ્રોલી પલ્ટી ખાઇ ગઇ હતી. ટ્રેક્ટર નદીમાં ખાબકતાં સહેજ બચી ગયું હતું. આ અકસ્માતમાં બી. એસ.એફ.ના આશરે 4 જેટલાં જવાનોને નાની-મોટી ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. 

આ ઘટનાની જાણ થતાં ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. 108 એમ્બ્યુલન્સ વાન અને 112 પોલીસ વાનની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. બનાસ નદીના બ્રિજ ઉપર સર્જાયેલા આ અકસ્માતને પગલે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ડીસા તાલુકા પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર