રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | અમીરગઢ

અમીરગઢ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી

અમીરગઢ નજીક ચાલતી ટ્રકમાં અચાનક આગ ભભૂકી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર-ઇકબાલગઢ હાઈવે પર અમીરગઢના ગંગાસાગરના પાટિયા નજીક પસાર થઈ રહેલા એક ટ્રકના પાછળના ભાગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ ટ્રક આબુરોડથી પાલનપુર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન ગંગાસાગરના પાટિયા નજીક તેના પાછળના ભાગમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. અને જોતજોતામાં આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતાની સાથે જ ટ્રક ચાલકે સમયસૂચકતા વાપરીને વાહનને રસ્તાની બાજુએ ઊભું રાખી દીધું હતું.

ટ્રકને રસ્તાની બાજુએ ઊભો રાખ્યા બાદ ચાલકે તાત્કાલિક અમીરગઢ પોલીસને આ બનાવ અંગે જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તાત્કાલિક ફાયર વિભાગને બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પાલનપુર ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો સતત મારો ચલાવ્યો હતો અને આગ વધુ ફેલાય તે પહેલાં જ તેને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર