રખેવાળ
સોના-ચાંદીના ભાવમાર્કેટ યાર્ડના ભાવઈ-પેપર
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
બનાસકાંઠા · અપડેટ: | રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ડીસા

ડીસામાં મંદબુદ્ધિ યુવકે એક્ટિવા પર પથ્થર મારતાં અજાણ્યા શખ્સે લોહીલુહાણ કર્યો

ડીસામાં મંદબુદ્ધિ યુવકે એક્ટિવા પર પથ્થર મારતાં અજાણ્યા શખ્સે  લોહીલુહાણ કર્યો

ડીસા શહેરના અંબિકા ચોક વિસ્તારમાં એક મંદબુદ્ધિ યુવક દ્વારા વાહનને નુકસાન પહોંચાડવામાં આવતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સે યુવકના માથામાં હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે યુવકના ભાઈએ ડીસા દક્ષિણ પોલીસ મથકે અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.  

​ઘટનાની મળતી વિગતો અનુસાર, ડીસાની મેઘદૂત સોસાયટીમાં રહેતા અને સિક્યુરિટી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા પિયુષકુમાર પ્રવિણભાઈ ઠક્કરે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે, તેમનો નાનો ભાઈ જનકભાઈ પ્રવિણભાઈ ઠક્કર જન્મથી જ મંદબુદ્ધિનો છે. તા. ૧૨/૧૧/૨૦૨૬ના રોજ સવારે આશરે ૧૧:૫૦ વાગ્યાના સુમારે જનકભાઈ અંબિકા ચોક પાસે આવેલી પટેલ ડેરી નજીક હતા, તે દરમિયાન તેમણે વિરલ જોષી નામના વ્યક્તિની એક્ટિવાના આગળના મેઈન ગ્લાસ પર પથ્થર મારી નુકસાન પહોંચાડ્યું હતું.  

​આ બાબતની અદાવત રાખીને તે સમયે હાજર કોઈ અજાણ્યા ઈસમે મંદબુદ્ધિ યુવક જનકભાઈના માથાના ભાગે કોઈ વસ્તુ વડે જોરદાર પ્રહાર કર્યો હતો. આ હુમલામાં જનકભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચતા ચાર ટાંકા આવ્યા છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે શહેરની ઈસ્કોન આઈસીયુ હોસ્પિટલ (બીજો માળ, ડૉ. રવિ સોની, એમડી) ખાતે દાખલ કરવામાં આવ્યો છે. હાલ અરજદારે પોલીસ સમક્ષ આ મામલે યોગ્ય તપાસ કરી અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા રજૂઆત કરી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર