પાટણ નગરપાલિકા તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી પુનઃ એક વખત જગાડવા પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ દ્વારા શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ના સોસાયટી વિસ્તારના વરસાદી પાણીના કારણે ધોવાણ થયેલ માગૅ નું પોતાની જાતે રિપેરિંગ કામ હાથ ધરી કરવામાં આવ્યો હતો. પાટણ શહેરમા હવામાન વિભાગની આગાહીના પગલે પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોના માર્ગોનું ધોવાણ થયું હતું તો શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ સોસાયટી ના માગૅની હાલત પણ બદતર બની હતી જે ધોવાણ થયેલ માગૅ નું પાલિકા સત્તાધીશો સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં તેનું સમારકામ નહીં કરાતાં આ બાબતે આ વિસ્તારમાં આવેલ સ્વદુર વિલા સહિતની સોસાયટી ના રહીશો દ્વારા પાટણ ના ધારાસભ્ય ને રજુઆત કરવામાં આવતાં તેઓએ ઉપરોક્ત સોસાયટી વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ નગરપાલિકા તંત્રને આ માગૅ નું સમારકામ કરવા ૧૫ દિવસની મુદ્દત આપી હતી છતાં પાલિકા તંત્ર દ્વારા ઉપરોક્ત માગૅ નું સમારકામ નહીં કરાતાં પાલિકા તંત્ર ને કુભકણૅ ની નિદ્રા માંથી જગાડવા શનિવારે પાટણ ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનોએ આ વિસ્તારના રહીશો ને સાથે રાખી ને ઉબડખાબડ બનેલા માગૅ પર પોતાની જાતે કોક્રીટ નો માલ પાથરી રસ્તાઓનું રિપેરિંગ કામ હાથ ધર્યું હતું. પાટણના ધારાસભ્ય ડો.કિરીટ પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોની ઉબડખાબડ માગૅની સમાર કામગીરી ને વિસ્તારના રહીશો એ સરાહનીય લેખાવી પાલિકા તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.
પાટણ પાલિકા તંત્રને કુંભકર્ણની નિંદ્રા માંથી જગાડવા પાટણના ધારાસભ્ય એ જાતે રસ્તા રિપેરની કામગીરી કરી

ટેગ્સ:#Patan city#Road Damage#Gujarat Civic Affairs#Rain-Eroded Roads#Concrete Road Repairs#Urban Infrastructure Neglect#Padmanabh Char Rasta#Society Area Repairs#Patan Municipal Administration#Swadur Villa Residents
સંબંધિત સમાચાર
પાટણસિધ્ધપુર-મહેસાણા હાઈવે પરથી કારના ૫ ગુપ્તખાનામાંથી ઝડપાયો વિદેશી દારૂ; ખોટી નંબર પ્લેટનો પર્દાફાશ
1 દિવસ પહેલા
પાટણસરસ્વતીના ખોડાણા ગામની દીકરીએ CRPF ટ્રેનિંગ કરી પૂર્ણ, વતન આગમન પર ગ્રામજનો દ્વારા ભવ્ય સામૈયું
1 દિવસ પહેલા
પાટણપાટણમાં શ્રાવણના અંતિમ સોમવારે કાવડયાત્રા નીકળી
1 દિવસ પહેલા
પાટણપાટણના સાંઈબાબા નગર સોસાયટીમાં ગટરના પ્રશ્ને ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલનું કડક અલ્ટીમેટમ
1 દિવસ પહેલા
