રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જૂન, 2026| Super Admin

ડીસામાં વાવાઝોડાનો હાહાકાર : કોલ્ડ સ્ટોરેજનો શેડ હવામાં ઉડ્યો

ડીસામાં વાવાઝોડાનો હાહાકાર : કોલ્ડ સ્ટોરેજનો શેડ હવામાં ઉડ્યો

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી રાત્રે અચાનક વાવાઝોડા અને ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. મધરાતે શરૂ થયેલા આ કુદરતી પ્રકોપને કારણે અનેક વિસ્તારોમાં મિલકતોને ભારે નુકસાન થયું છે, જેને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. જોકે, આ આખી ઘટના રાત્રિના સમયે ઘટી હોવાથી સદનસીબે એક મોટી જાનહાનિ ટળી છે.​વાવાઝોડાની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે ડીસા સ્થિત એક કોલ્ડ સ્ટોરેજનો વિશાળ લોખંડી શેડ પળવારમાં ધરાશાયી થઈ ગયો હતો. શેડના મોટાભાગના પતરાં હવામાં ઉડીને દૂર-દૂર આવેલા ખેતરોમાં જઈને પડ્યા હતા.

deesa 01.gif 1.41 MB

પ્રાથમિક અંદાજ મુજબ, કોલ્ડ સ્ટોરેજના માલિકને આ આકસ્મિક આપત્તિના કારણે આશરે ₹25થી ₹30 લાખનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે  ડીસા માર્કેટયાર્ડમાં ખુલ્લામાં રાખેલો બાજરીનો પાક વરસાદી પાણીમાં પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન થયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા ઘરો અને પશુઓના શેડ પરથી પતરાં ઉડી જતાં લોકો આખી રાત ફફડાટમાં જીવ્યા હતા. વાવાઝોડું મધરાતે ત્રાટક્યું હોવાથી લોકો ઘરોમાં હતા અને કોલ્ડ સ્ટોરેજ કે માર્કેટયાર્ડમાં કોઈ અવરજવર નહોતી, જેથી કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

સંબંધિત સમાચાર