રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ18 ડિસેમ્બર, 2025| Super Admin

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ

પાટણમાં પ્રગતિ મેદાન ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ
જિલ્લા સ્તરીય મેળો આર્થિક ભાગીદારીને વેગ આપશે અને લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી બનશે : મંત્રી સ્વરૂપજી ઠાકોર આત્મનિર્ભર ભારત, મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને સાકાર કરવા તથા ગુજરાતના વિકાસમાં મહિલાઓના યોગદાનને પ્રદર્શિત કરવા, ઉજવણી કરવા અને સશક્ત બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત પાટણ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તા. ૧૮ થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૫ દરમ્યાન પ્રગતિ મેદાન, પાટણ ખાતે ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણ જિલ્લાના પ્રભારી મંત્રી તથા ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના વરદ હસ્તે પ્રગતિ મેદાન પાટણ ખાતે  સશક્ત નારી મેળા ઉદઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિશિષ્ટ કામગીરી કરનાર સ્વ-સહાય જૂથની મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. આ મેળામાં કુલ ૧૦૦ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાની મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા તૈયાર કરાયેલા સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા સામગ્રી, ખાદ્ય પ્રક્રિયા, મિલેટ આધારિત ઉત્પાદનો, હાથવણાટ અને ખાદી એકમો સહિત વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે.ઉદ્ઘાટન પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’, મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝન સાથે સુસંગત રીતે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં સશક્ત નારી મેળાઓનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ મેળાઓ ઉદ્યોગ સાહસિકો, લખપતિ દીદીઓ, ડ્રોન દીદીઓ, સ્વ-સહાય જૂથો, મહિલા ખેડૂત,સહકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને મજબૂત પ્લેટફોર્મ પૂરૂં પાડશે. મહિલાઓ પાયાના સ્તરે પરિવર્તનકારી નવીનતા લાવી રહી છે અને આવા જિલ્લા સ્તરીય મેળાઓ મહિલાઓના સશક્તિકરણ, સ્થાનિક ઉત્પાદન, ઉદ્યોગ સાહસિકતા અને સ્વદેશી મૂલ્યોને પ્રોત્સાહન આપીને આર્થિક ભાગીદારીને વેગ આપશે તથા લાખો મહિલાઓ માટે પ્રેરણાદાયી સાબિત થશે. મેળા અંતર્ગત વિવિધ સંકલન વિભાગો જેમ કે GLPC, કૃષિ વિભાગ (આત્મા), મહિલાઆર્થિક વિકાસ વિભાગ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ (જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર), સહકારી મંડળીઓ (જિલ્લા રજીસ્ટાર કચેરી) દ્વારા સ્ટોલ્સ, સ્વદેશી પ્રદર્શન, માહિતી અને જાગૃતિ કાઉન્ટર્સ, પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ, નેટવર્કિંગ અને માર્કેટ લિન્કેજ પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.  

સંબંધિત સમાચાર