સાબરકાંઠા જિલ્લામાં આગામી 16મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ખેડબ્રહ્મા નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 28 બેઠક માટે 22 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાશે, જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI ડી.આર. પઢેરિયાના નેતૃત્વમાં PSI અને પોલીસ સ્ટાફે બે કલાક સુધી નગરપાલિકા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન તમામ 22 મતદાન મથક અને સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, સાબરકાંઠા જિલ્લામાં ત્રણ નગરપાલિકા અને ત્રણ તાલુકા પંચાયતની કુલ ચાર બેઠક માટે 16મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચૂંટણી વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
સાબરકાંઠા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક
સાબરકાંઠા જીલ્લામાં 16મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓને લઈને પોલીસ તંત્ર સજ્જ

Google પર રખેવાળને પસંદ કરો
સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના હાથમતી વિયર ઓવરબ્રિજનું કામ અંતિમ તબક્કામાં
2 દિવસ પહેલા
સાબરકાંઠાપ્રાંતિજની અંબુજા કંપનીમાંથી ૨ લાખના કોપરની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરડેરી-સહકારી બેંકની ચૂંટણી માટે ભાજપે સેન્સ લીધા:6 નવેમ્બરે ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી
4 દિવસ પહેલા
સાબરકાંઠાશામળાજીના ઓડ ગામે તળાવમાં પગ લપસી જતાં ૧૨ વર્ષીય બાળકનું ડૂબી જવાથી કરુણ મોત
6 દિવસ પહેલા
