રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 જાન્યુઆરી, 2025| Super Admin

પાટણ જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી કરાઈ

પાટણ જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની આન-બાન અને શાન સાથે ઉજવણી કરાઈ
પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહી તે માટે સતત પ્રયાસરત રહેવા જિલ્લા કલેકટરે અનુરોધ કર્યો વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ટેબ્લો પ્રદર્શન અને હૉર્શ શૉ આકર્ષણ નું કેન્દ્ર બન્યાં: પાટણ જિલ્લા કક્ષાના ૭૬ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી જાળેશ્વર પાલડી મુકામે આન-બાન અને શાન સાથે કલેકટર અરવિંદ વિજયને તિરંગાને સલામી આપી પરેડનું નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને ૭૬ મા પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરે પ્રજાસત્તાક પર્વનું મહત્વ સમજાવતાં ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ હોવાનું જણાવી આજના દિવસે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો એ બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ પાટણ જિલ્લાના શહીદ વિરો અને સ્વત્રંત સેનાનીઓને યાદ કરી જણાવ્યું કે દેશની આઝાદીના ઇતિહાસમાં પાટણ જિલ્લાનું પણ બહુમૂલ્ય યોગદાન છે. પાટણની રાણીની વાવ, ડાયનાસોર પાર્ક, સિધ્ધપુર માતૃગયા તીર્થ અને તીર્થ ભૂમિ શંખેશ્વર જેવા સ્થાનકો જિલ્લાના પર્યટન સ્થળ તરીકે વિકસિત થયા છે. દેશ અને રાજ્ય સાથે પાટણ જિલ્લો પણ પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાત સાથે વિકસિત પાટણની નેમ સાથે જિલ્લો આગળ વધી રહ્યો છે. ખેતી, રોજગારી, આરોગ્ય, શિક્ષણ , રોડ રસ્તા જેવી માળખાગત સુવિધાઓથી સજજ બન્યો છે. જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. જિલ્લા વહિવટીતંત્રની કાર્યદક્ષતાના પરિણામે પાટણ જિલ્લો નિરંતર પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે આપણે સૌ વિકાસના સહિયારા પથમાં સાથે મળીને વિકાસ માટે કાર્યો કરીએ અને આપણો પાટણ જિલ્લો વિકાસનો પર્યાય બની રહી તે માટે સતત પ્રયાસરત રહેવાનો આજના દિવસે સંકલ્પ કરવા કલેકટરે જિલ્લા વાસીઓને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પાટણને રાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડમાં ગૌરવ અપાવનાર નિરમા ઠાકોર અને પોતાની કોઠાસુઝથી ફાઇટર જેટ વિમાન બનાવનાર ચારુપ સરકારી શાળાના ધોરણ દસના વિદ્યાર્થી સિધ્ધાર્થ ઠાકોર સહિત રમત ગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ, વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ,કર્મચારીઓ અને વ્યક્તિ વિશેષને કલેકટરના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટનો રૂપિયા ૨૫ લાખનો ચેક સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને એનાયત કરવામાં આવ્યો હતો.

સંબંધિત સમાચાર