રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
વાવ-થરાદ| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ભાભર

ટીબી નાબૂદી વેગવંતી: ભાભર તાલુકામાં સ્પેશિયલ ચેસ્ટ X-ray કેમ્પનું આયોજન

ટીબી નાબૂદી વેગવંતી: ભાભર તાલુકામાં સ્પેશિયલ ચેસ્ટ X-ray કેમ્પનું આયોજન

ભાભર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેતરવા હેઠળ માનનીય CDHO સાહેબ તથા માનનીય જિલ્લા ક્ષય અધિકારીશ્રી ની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ એચ આર ઠાકોર ના માર્ગદર્શન હેઠળ ભાભર અર્બનના હાઈ રિસ્ક વિલેજ વિસ્તારમાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિઃશુલ્ક ચેસ્ટ X-ray કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં  કુલ 81 લોકોના ચેસ્ટ X-ray કરવામાં આવ્યા હતા, જેમાંથી 25 X-ray અસામાન્ય (Abnormal) જણાયા હતા. આવા તમામ લાભાર્થીઓની આગળની તપાસ અને જરૂરી સારવાર માટે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિબીરને સફળ બનાવવા માટે  ડૉ. નિકિતા પોરાણિયા, TMPHS, ધીરુભાઈ શાહ  દિનેશ ભાઈ , કલ્પેશ ભાઈ મહેશ ભાઈ તેમજ , MPHW, FHW, CHO, તેમજ આશા બહેનોએ સક્રિય કામગીરી બજાવી હતી. ભાભર તાલુકામાં ટીબીના વહેલા નિદાન અને સંપૂર્ણ સારવાર દ્વારા ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા આરોગ્ય વિભાગ સતત કાર્યરત છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર