રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
મહેસાણા11 માર્ચ, 2026| Super Admin

મહેસાણામાં મનપાનું સરપ્રાઈઝ ચેકીંગ : ખાણીપીણી બજાર પર તંત્રની તવાઈ

મહેસાણામાં મનપાનું સરપ્રાઈઝ ચેકીંગ : ખાણીપીણી બજાર પર તંત્રની તવાઈ

મહેસાણા શહેરના મોઢેરા ચોકડી, રાધનપુર રોડ, નાગલપુર, સોમનાથ ચોક અને માનવ આશ્રમ સર્કલ જેવા વિસ્તારોમાં રાત્રી દરમિયાન ધમધમતા ખાણીપીણીના બજારો ધમધમવા લાગ્યા છે. તેવામાં મહેસાણા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર રસ્તાઓ પર કચરો ફેંકી ગંદકી ફેલાવતા 30 જેટલા નાસ્તા સ્ટોલધારકો સામે કડક કાર્યવાહી કરી કુલ રૂ.13,600નો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે શહેરના મોઢેરા ચોકડી અને રાધનપુર રોડ નજીક ટ્રાફિકની સમસ્યા ઉભી કરતા 15 જેટલી લારીઓ પણ મનપા દ્વારા જપ્ત કરી લેવામાં આવતાં નાના મોટા વેપારીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો હતો. મહેસાણા શહેરમાં રાત પડતા જ નાસ્તાના સ્ટોલ અને ફાસ્ટ ફૂડની લારીઓવાળા પોતાનો અડીંગો જમાવી દેતા હોય છે જ્યાં અડધી રાત્રે પણ ગ્રાહકોનું કીડીયારું ઉમટી પડતું હોય છે. ગ્રાહકોની ભારે ભીડ જામેલી હોઈ આ સ્ટોલધારકો એંઠવાડ, પ્લાસ્ટિક રેપર, પેપર કપ અને વધેલો ખોરાક જાહેર રોડ પર જ ફેંકી ગંદકી કરતા હોવાની વારંવાર બુમરાણ ઉઠવા પામી હતી. જે બાબતને ગંભીરતાથી લઈ મનપાની સેનેટરી વિભાગની ટીમ અને દબાણ વિભાગની ટીમે રાત્રે સંયુક્ત રીતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. મનપાની આ કાર્યવાહીમાં જુદા જુદા વિસ્તારોમાં ગંદકી ફેલાવતા 30 જેટલા લારી-ગલ્લા સહિત આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકોને દંડ ફટકારી ચેતવવામાં આવ્યા હતા કે હવે પછી જો ગંદકી કરવામાં આવેશે તો કડક પગલાં લઈને કાર્યવાહી કરવામાં આવશે. શહેરના મોઢેરા ચોકડી અને રાધનપુર રોડ પર ટ્રાફિકને નડતરરૂપ થાય તેવી રીતે ઉભી કરવામાં આવેલી 8 જેટલી શાકભાજીની લારીઓ સહિત કુલ 15 લારીઓ જપ્ત કરી મનપાના ગોડાઉન ખાતે લાવવામાં આવી હતી. મનપાના સરપ્રાઈઝ ચેકીંગથી દબાણ કરનારા અને ગંદકી ફેલાવનારા વેપારીઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. જ્યારે એકમોને દંડનીય કાર્યવાહી તેમજ લારીઓ જપ્ત કરવાની બાબતે વેઆરીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.      

સંબંધિત સમાચાર