રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક | ઊંઝા

ઊંઝા તાલુકાના સુણોક ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા: સોના ચાંદીના દાગીનાની ચોરી

ઊંઝા તાલુકાના સુણોક ગામે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા: સોના ચાંદીના દાગીનાની ચોરી
મહોલ્લાના એક મકાનનો પણ નકૂચો તૂટ્યો: ઊંઝા તાલુકાના સુણોક ગામે પરમાર વાસમાં આવેલ એક રહેણાંક મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. મુખ્ય ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરી તિજોરી તથા ડ્રોવર તોડી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ 1.91 લાખની મત્તાની ચોરી કરી લઈ જતા ઉનાવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા તાલુકાના સુણોક ગામે પરમાર વાસમાં પ્રતિક જીવણભાઈ રાઠોડ હાલ અમદાવાદ ઝુંડાલ સર્કલ ખાતે રહે છે. જેઓના માતા પિતા સુણોક ગામે રહે છે. જેના બંધ મકાનમાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા. ઘરના મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તેમજ તિજોરી અને ડ્રોઅર તોડી તેની બેનના લગ્ન વખતે મામેરામાં લાવેલ અને ચાલુ વર્ષે ભાઈના લગ્ન વખતે લીધેલ સોના ચાંદીના દાગીના કી રૂ1,91,000 ની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા. આ ઊપરાંત મહોલ્લાના પરમાર સુરેશભાઇ ખેંગારભાઈ ના મકાનનો નકૂચો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ બનાવ સંદર્ભે પ્રતિકભાઈએ ઉનાવા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરી થયેલ સોના ચાંદીના મુદામાલની વિગત (1) સોનાનો દોરો નંગ-2 કિંમત 40,000 રૂપિયા (2) સોનાનું લોકેટ નંગ-1કિંમત 30,000 રૂપિયા (3) સોનાની વીંટી નંગ-3 કિંમત 70,000 રૂપિયા (4) સોનાની કાનની બુટી જોડો-2 કિંમત 20,000 રૂપિયા (5) સોનાની નાકની ચુની નંગ-3 કિંમત 5000 રૂપિયા (6) ચાંદીના સિક્કા નંગ-4 કિંમત 5000 રૂપિયા (7) ચાંદીની શેરો નંગ-3 કિંમત 21,000 રૂપિયા
Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર