રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 મે, 2026| Super Admin

પાટણના વાતાવરણમાં અચાનક પલટો; ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન

પાટણના વાતાવરણમાં અચાનક પલટો; ધૂળની ડમરીઓથી વાહનચાલકો પરેશાન

હવામાન વિભાગની 3 દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતત
પાટણ જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર બાદ તેજ પવન અને ધૂળની ડમરીઓ સાથે આકાશ વાદળ છાયું બન્યું હતું. 
આ બદલાવને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ગરમી માંથી આંશિક રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી પાટણ જિલ્લામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. જોકે, આજે બપોર બાદ પાટણ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાનું શરૂ થયું હતું. 

પવનની તીવ્ર ગતિને કારણે કેટલાક માર્ગો અને ખુલ્લા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ આગાહી મુજબ, પાટણ જિલ્લામાં આગામી 30 મે, 31 મે અને 1 જૂનના રોજ વરસાદ થવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન જિલ્લાના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે.વાતાવરણમાં આવેલા આ અણધાર્યા બદલાવ અને આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીને કારણે પાટણ જિલ્લાના ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. હાલ ઉનાળુ પાકની કાપણી અને સંગ્રહની કામગીરી ચાલી રહી છે.જો આ સમયે કમોસમી વરસાદ પડે તો ખુલ્લામાં રાખેલો પાક પલળી જવાની અને તેની ગુણવત્તા બગડવાની શક્યતા છે.આથી, ખેડૂતો હાલ પોતાના તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પ્રયાસો કરી રહ્યા છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર