રખેવાળ
બ્રેકિંગ
દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●દિલ્હીમાં 23 હજાર સુરક્ષાકર્મીઓ તૈનાત કરવાની શક્યતા●કચ્છમાં બોલેરો-ટ્રકની ભયાનક ટક્કર: 7 શ્રમિકોનાં મોત●આજ રાતથી 57 દિલ્હી મેટ્રો સ્ટેશન બંધ થશે!●"સુપર-ડુપર અલ નીનો" ગરમી વધારશે! વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી, 450,000 લોકોના મોતનો ભય●IND vs PAK વચ્ચે દિવાળી પર મુકાબલો થશે, જેમાં બંને ટીમો U19 એશિયા કપમાં ટકરાશે●
મહેસાણા| રખેવાળ ન્યૂઝ ડેસ્ક

કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ૨૩.૪૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો

કડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો: ૨૩.૪૧ લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવાના બુટલેગરોના પ્રયાસો પર સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે મોટી લાલ આંખ કરી છે. કડી-થોળ અંડરપાસ પાસેથી પસાર થતી એક ઇનોવા કારમાંથી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી પાડીને મોટા કાવતરાનો ભેદ ઉકેલ્યો છે.

સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે કડી-થોળ અંડરપાસ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતી એક ઇનોવા કારને રોકીને સઘન તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં બનાવટી નંબર પ્લેટ લગાવી પોલીસને થાપ આપવા અને ટોલનાકા પરથી સરળતાથી પસાર થવા માટે આરોપીઓએ ઇનોવા કાર પર બનાવટી નંબર પ્લેટ લગાવી હોવાનું ખુલ્યું હતું. પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘુસાડવામાં આવી રહ્યો હતો. કારની તલાશી લેતા પોલીસને અંદરથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:

જેમાં  દારૂ અને બિયરનો જથ્થો કુલ ૨,૯૦૪ બોટલ સહિત ઇનોવા કાર કે જેની કુલ રિકવર કરેલો મુદ્દામાલ રૂ. ૨૩,૪૧,૦૧૬ જેટલો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે ત્યાર બાદ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનાહિત કાવતરાનો પર્દાફાશ કરીને પોલીસે ઘટનાસ્થળેથી જ દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દારૂનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે, ગુજરાતમાં આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો અને રાજસ્થાનના મુખ્ય સપ્લાયર કોણ છે, તે દિશામાં વધુ તપાસ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Google પર રખેવાળને પસંદ કરો

સંબંધિત સમાચાર