સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ગામે ગાંભોઈ પોલીસે ખાનગી બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. થોરીવાસમાં છાપરાની પાછળ બાવળના ઝાડ નીચે જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન દાવ પરથી રૂ. 1,250 અને અંગઝડતીમાંથી રૂ. 10,050 રોકડા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 4 મોબાઈલ ફોન કે જેની કિંમત રૂ. 18,000 થાય છે, તે પણ કબજે લીધા હતા. કુલ રૂ. 29,300નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પકડાયેલા આરોપીઓમાં અજયભાઈ કાળાભાઈ ભરથરી (ડેરાફળી), રમેશભાઈ કાનજીભાઈ ગવારીયા (થોરીવાસ), સુનીલભાઈ તખાભાઈ ભરથરી (કેરાફળી), પ્રવીણભાઈ બાલાભાઈ થોરી (થોરીવાસ), મનીષ અરવિંદભાઈ વાઘેલા (થોરીવાસ) અને જીગર જશુભાઈ ગવારીયા (થોરીવાસ)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ રાયગઢ ગામના રહેવાસી છે. ગાંભોઈ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હિંમતનગરના રાયગઢમાં છ શખ્સો જુગાર રમતા ઝડપાયા મુદ્દામાલ જપ્ત

Google પર રખેવાળને પસંદ કરો
ટેગ્સ:#Sabarkantha District#Cash Seizure#illegal gambling#Himmatnagar Taluka#Mobile Phone Seizure#Gambling Raid#Gambling Act#Raigad Village#Gambhoi Police#Acacia Tree Gambling
સંબંધિત સમાચાર
સાબરકાંઠાઈડર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૭૭મો તાલુકા કક્ષાનો ‘વન મહોત્સવ’ ધામધૂમથી ઉજવાયો
1 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની પદયાત્રા, વિરોધ પ્રદર્શન
4 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: તલોદ પોલીસની સફળ કામગીરી, ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી 2ની ધરપકડ
4 દિવસ પહેલા
સાબરકાંઠાઅરવલ્લીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ: તલાટીથી નાયબ મામલતદાર કક્ષાના 250 કર્મીઓ જોડાયા
1 અઠવાડિયા પહેલા
