રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ6 ઑગસ્ટ, 2025| Super Admin

ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વને લઈ રાખડી ખરીદી માટે બહેનો ની ભીડ જામી

ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વને લઈ રાખડી ખરીદી માટે બહેનો ની ભીડ જામી

ભાઈ-બહેન ના પ્રેમના પ્રતીક સમા રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પાટણ શહેરની બજારોમાં રાખડીઓની ખરીદીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. શહેરના રાખડી બજારમાં વિવિધ પ્રકારની રાખડીઓ લોકોનું ધ્યાન આકર્ષી રહી છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ મહિમાની સાથે સાથે અનેક ધાર્મિક તહેવારો ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ ના પ્રતિક સમાન રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ પર્વની ઉજવણીને લઈને નગરજનોમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. ભાઈ પણ બહેનની રક્ષા કરવાની જવાબદારી સ્વીકારે છે. આ પવિત્ર બંધનને લઈને પાટણની બજારોમાં વિવિધ પ્રકારની રાખડીઓ ઉપલબ્ધ થઈ ગઈ છે. આ વર્ષે રાખડી બજારમાં ખાસ કરીને રાજસ્થાની રાખડી, ડાયમંડ રાખડી, સુખડ તેમજ રુદ્રાક્ષની રાખડીઓની માંગ વધુ જોવા મળી રહી છે. બાળકોમાં ટૉમ એન્ડ ઝેરી, છોટા ભીમ, બેટમેન તેમજ લાઈટીંગવાળી કાર્ટુન રાખડીઓ વિશેષ લોકપ્રિય બની રહી છે. રક્ષાબંધન પર્વને આડે હવે માત્ર થોડા દિવસો બાકી રહ્યા છે. તેથી શહેરના રાખડી બજારમાં ખરીદીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે બજાર માં 5 રૂપિયા થી લઈને 100 રૂપિયા સુધીના ભાવ ની રાખડી બજારમાં વેચાઈ રહી છે બહેનો પોતાના ભાઈઓ માટે પસંદગીની રાખડી ખરીદવા બજારમાં ઉમટી રહી છે.

સંબંધિત સમાચાર