પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ગણતરીના દિવસોમાં તેને પકડ્યો
સિદ્ધપુર પોલીસે અપહરણ થયેલી એક સગીરા અને આરોપીને ઉત્તરાખંડના ઋષિકેશથી ઝડપી પાડ્યા છે.સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી 18 વર્ષથી નીચેના ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી હતી. સિદ્ધપુર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-137(2) હેઠળ અપહરણનો કેસ નોંધાયો હતો.પોલીસે ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી તપાસ આગળ વધારી.
એએસઆઈ અરવિંદભાઈ જુમાભાઈ, હેડ કોન્સ્ટેબલ સેજલકુમાર બેચરભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ સેજલબેન બાબુસિંહની એક ટીમને ઋષિકેશ મોકલાઈ હતી.ઋષિકેશમાં તપાસ દરમિયાન સગીરા અને આરોપી પુનમભાઈ પ્રહલાદભાઈ પરમાર (રહે. લાલપુર આંબેડકરનગર, સિદ્ધપુર) મળી આવ્યા હતા. પોલીસે બંનેને સિદ્ધપુર લાવી સગીરા માટે આગળ ની કાર્યવાહી કરી. પીઆઈ એમ. કે. ઝાલાએ આરોપી પુનમભાઈ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





