પાટણના હારીજ નજીક આવેલી મોડર્ન સ્કૂલમાં ધોરણ 12 મા અભ્યાસ કરતી અને હોસ્ટેલમાં રહેતી વિઘાર્થિનીએ ગતરાત્રે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, વિઘાર્થિની સંતલપુર તાલુકાના ભારવડા ગામની વતની હતી. તે હારીજ ખાતે મોડર્ન સ્કૂલમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી. અને હોસ્ટેલમાં રહેતી હતી.
ઘટનાની જાણ થતાં વિઘાર્થિનીને તાત્કાલિક હારીજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ મૃતક વિધાર્થીનીના પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવતા વાતાવરણમાં ગમગીની છવાઈ જવા પામી હતી. બનાવને પગલે હારીજ પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





