રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ16 સપ્ટેમ્બર, 2026| Super Admin

રાધનપુર નગરપાલિકાના રોડ-ડિવાઈડરના કામોમાં પારદર્શિતા સામે ગંભીર સવાલો

રાધનપુર નગરપાલિકાના રોડ-ડિવાઈડરના કામોમાં પારદર્શિતા સામે ગંભીર સવાલો

વાર્ષિક ભાવના ટેન્ડર હેઠળ મોટા રોડ કામો કરાવાયા હોવાના આક્ષેપો વચ્ચે ટેન્ડર-વર્ક ઓર્ડરથી લઈ ટ્રેક્ટર-ટેન્કરના ડીઝલ ખર્ચ સુધી તપાસની માંગ

ગ્રીન પાર્કના રહીશો ગટર, રસ્તા અને પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ; પ્રાથમિક સુવિધાઓના અભાવે તંત્ર સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ

રાધનપુર : રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલા અને તાજેતરમાં પૂર્ણ થયેલા વિવિધ વિકાસકામોને લઈને હવે કામની ગુણવત્તા, ટેન્ડર પ્રક્રિયા, વર્ક ઓર્ડર તથા જાહેર નાણાંના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ખાસ કરીને ગ્રીન પાર્કમાં બની રહેલા રોડ, ગુજરવાળા નાકાથી ધાન બજાર સુધીના રોડ તેમજ રામલલ્લા ચોકથી પટણી ગેટ સુધી કરવામાં આવેલા બ્લોકના કામોને લઈને પારદર્શિતા અંગે વિપક્ષ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

 મળતી માહિતી અને સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ, કેટલાક મોટા રોડ કામો માટે અલગથી નિયમિત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી કે કેમ તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. આ કામો નગરપાલિકાના વાર્ષિક ભાવના ટેન્ડર હેઠળ જ કરાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. જો કામનું સ્વરૂપ અને તેની અંદાજિત કિંમત નિયમિત ટેન્ડર પ્રક્રિયાની માંગ કરતી હોય તો અલગ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું કે નહીં, કેટલા કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરમાં ભાગ લીધો, કોને કામ ફાળવવામાં આવ્યું અને વર્ક ઓર્ડર કઈ તારીખે આપવામાં આવ્યો તે વિગતો જાહેર કરવાની માંગ ઉઠી છે.

ટેગ્સ:#radhanpur

સંબંધિત સમાચાર