રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ15 મે, 2026| Super Admin

સમી પંથકમાં ચકચાર: લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સમી પંથકમાં ચકચાર: લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ આચરતા પોલીસ ફરિયાદ

સમી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે તપાસ શરૂ કરી

પાટણ જિલ્લાના સમી તાલુકાના એક ગામમાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ગામના જ એક યુવકે સગીરાને ધાક-ધમકી આપી અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અંગે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદ મુજબ, આ ઘટના 13 મે, 2026 ના રોજ રાત્રિના આશરે 2 વાગ્યે બની હતી. સગીરા પોતાના ઘરે સૂતી હતી ત્યારે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોરે તેને ફોન કરીને ઘરની પાછળ બોલાવી હતી.

આરોપીએ સગીરાને ધમકી આપી હતી કે જો તે તેની વાત નહીં માને તો તેમના ફોન પર વાતચીતની જાણ ગામના લોકોને કરી દેશે. આ બદનામીની બીક બતાવી આરોપી સગીરાને નજીકમાં આવેલી બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો. ત્યાં સવારના 5 વાગ્યા સુધી સગીરાને ગોંધી રાખી તેની મરજી વિરુદ્ધ બે વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. સગીરાએ હિંમત કરીને પરિવારને આ ઘટનાની જાણ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. સમી પોલીસે આરોપી રાજુભાઈ કાળુભાઈ ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2) એમ, 65(1) તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર. મોડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર