હિંમતનગરના બેરણા રોડ પર આવેલ તપોવન વિદ્યામંદિરની 50 વિદ્યાર્થિનીએ રક્ષાબંધન પર્વ પહેલાં અનોખી પહેલ કરી હતી. આ વિદ્યાર્થિનીઓએ શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં જઈને અધિકારીઓ અને રોડ પર ફરજ બજાવતા પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી. તપોવન વિદ્યામંદિરના માહિતી અનુસાર, ધોરણ 7માં અભ્યાસ કરતી આ 50 વિદ્યાર્થિની રાખડીઓ અને પેડા લઈને પોતાના શિક્ષક સાથે વાહનમાં નીકળી હતી. વિદ્યાર્થિનીઓએ હિંમતનગરની વિવિધ કચેરીઓ જેવી કે એસપી ઓફિસ, DDO, DPEO, A ડિવિઝન, B ડિવિઝન પોલીસ સ્ટેશન, ગાંભોઈ પોલીસ સ્ટેશન, DFO અને ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, શહેરના રસ્તાઓ પર ગરમીમાં ઊભા રહીને ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ તેમણે રાખડી બાંધી હતી. આ અનોખી પહેલથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું.
સાબરકાંઠા; ધોરણ સાતમાં અભ્યાસ કરતી બાળાઓએ વિવિધ કચેરીઓમાં જઈ રાખડી બાંધી

ટેગ્સ:#Sabarkantha District#Community Engagement#Student Initiative#Raksha Bandhan Celebration#Tapovan Vidyamandir#Himmatnagar City#Standard 7 Girls#Rakhi for Officials#Police Appreciation#Festive Outreach
સંબંધિત સમાચાર
સાબરકાંઠાહિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
3 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠામાં સ્વાઈન ફ્લૂનો હાહાકાર: ૩ તાલુકામાં ૪ કેસ પોઝિટિવ, ૨ દર્દીના મોત
5 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠાના ભોલેશ્વર અને સપ્તેશ્વર મહાદેવ મંદિરે સ્વચ્છતા અભિયાન યોજાયું
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાઈડર નાગરિક સહકારી બેંકમાં 'ગુલાબ પેનલ'નો ઐતિહાસિક વિજય: નવા સુકાનીઓની સર્વાનુમતે વરણી
1 અઠવાડિયા પહેલા
